Family
552

Member1781

Male952

Female829

મારા સમાજે મારા માટે શું કર્યું એવું નહી પણ મે મારા સમાજ માટે શું કર્યું એવી સમજદારી રાખશો તો જ સમાજ આગળ આવશે.

  Wish You Happy Birthday to Chavda Baldevbhai bhai.
Marriage Bureau
PARMAR RAJESH BHAGWANJIBHAI

Parmar Rajesh Bhagwanjibhai

Address:- Shivam, plot no 107, jay ambe society, ward 11/b, block - a, opp ashapura temple, bharat nagar kutch

Members
Parmar Kuldip Dhirubhai

Parmar Kuldip Dhirubhai

Address:- A-4 , gauri-sankar flat, near shyam flat, opp.bapod police station, near vrundavan char rasta, vadodara

Testimonials

testimonials

વ્હાલા મિત્રો....... જય સિધ્ધનાથ , 

        આજના આ શુભ ૨૬ જાન્યુઆરી પ્રજાસ્તાક દિનના શુભ અવસરે આપણા સમાજની આધુનિક યુગની જરૂરિયાત ને અનુલક્ષીને આપણા સમાજની ડાયનામિક વેબસાઇટ સમાજને સમર્પિત કરવા ઘણાં આનંદ ની લાગણી અનુભવું છું.

      આપણાં લોક લાડીલા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન ડિજિટલ ઈન્ડિયા દ્વારા આધુનીક ટેક્નોલોજી નો ઉપયોગ કરી આપણા દેશને વિશ્વની અંદર નવી ઊચાઇના ફલક ઉપર લઈ જવા ક્ટીબ્ધ છે. આમ આ વિચાર ને મુર્તિમંત કરવા આપણી સમાજનો ફાળો કેમ ન હોય ? તે વિચાર સાથે આપણે સમાજના વિકાસ નું ફોર્મ ભરવાની એક જુંબેશ ચલાવી, જેનો સમગ્ર વડોદરામાથી અદભૂત પ્રતિસાદ મળ્યો , જેના ફળ સ્વરૂપે આપણે સતવારા સમાજ વડોદરાના સમાજની વિગતો આવરી લેતી સૌ પ્રથમ ડાયનેમિક વેબસાઈટ " satvarasamajvadodara.com " માનનીય શ્રી કિશોર દલવાડી ના  વરદ હસ્તે ઉદઘાટન કરી આપની સમક્ષ રજૂ કરી , જેનો ઘણો અંત: કરણ થી આનંદ અનુભવું છું.

   આપણા વડોદરા સતવારા સમાજની આ વેબસાઈટ ઉપર કૌટુંબીક , ધંધાકીય , વ્યક્તિગત , લગ્નવિષયક , ભણતર , બ્લડ ગ્રુપ જેવી અન્ય ઘણી ઉપયોગી માહિતી વેબસાઈટ ( મોબાઈલ ) ઉપર સર્ચ ફેસિલિટી થી તાત્કાલિક મળી શકે છે. જેનો સંપૂર્ણ ફાયદો આપણા સમાજના વિકાસ તેમજ વડોદરાના કૌટોંબિક , સામાજીક , આર્થિક વિકાસમાં ખુબજ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજીટલાઈઝેશન ના યુગ માં મહત્વનો ફાળો બની રહેશે. આમ " ANY TIME , ANY WHERE , ANY MEMBER " ના કોન્સેપ્ટ થી ઈચ્છિત માહિતી મેળવી શકાય છે.

   આ વેબસાઈટ માં આપણે , આપણા સતવારા સમાજ વડોદરાની વધુમાં વધુ માહિતી મૂકી , આ આધુનિક યુગના આપણે સહભાગી થઈ આપણા ભારત વર્ષનું , આપણા સમાજનું તથા આપણા વડાપ્રધાન શ્રી નરેંન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન સાકાર કરવામાં સહભાગી થવાનો આનંદ અનુભવીએ છીએ.

                                                                                                                                             

 

testimonials

Lalabhai Khandla

testimonials

જય સિધ્ધનાથ ,

    પરમકૃપાળુ પરમાત્મા શ્રી સિધ્ધનાથ દાદાની અસીમ કૃપાથી સતવારા સમાજ ઉત્કર્ષ મંડળની પોતાની વેબસાઈટ " satvarasamajvadodara.com " શરૂ કરતા ખુબજ આનંદની લાગણી અનુભવીએ છીએ. આજથી લગભગ વીસ વર્ષ અગાઉ આપણા સમાજને સંગઠિત કરીને સમાજને ઉચ્ચ સ્થાને લઈ જવાના મંગળ હેતુસર " સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા " નો પાયો ન્ંખાયો હતો.

         આજની આધુનિકતાની ઓળખ સમા ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેસન ટેક્નોલોજીના યુગમાં આપણા મંડળ પોતાની વેબસાઈટ થકી પ્રવેશ કરતા ફરી એક્વાર સમાજનું ગૌરવ અનુભવીએ છીએ. આપણી આ વેબસાઈટ થકી સમાજની આવનારી યુવાપેઢીને સચોટ એવી માહિતી તથા ટેક્નોલોજીથી માહિતગાર થાય તેવા અમારા પ્રયત્નો છે. જેમાં સમાજના તમામ સભ્યોના સાથ સહકાર મળશે તેવી અમો અભિલાષા રાખીએ છીએ.

         આ વેબસાઈટ બનાવવા માટે સેવા આપનાર શ્રી વિજયભાઈ એન. સોનગરાનું તથા મદદરૂપ સહયોગીઓ તેમજ સમાજની માહિતી આપનાર માહિતગારો વગેરે તમામ નામી - અનામી વ્યક્તિઓના અમો આભારી છીએ. વેબસાઈટમાં પ્રસ્તુત માહિતીને પુરતી કાળજી રાખીને મુકવામાં આવેલ છે. તેમ છતાં પણ તેમાં જો કોઈ ભૂલચૂક રહેવા પામેલ હોય તો વિશાળ મન રાખીને ક્ષમા કરશોજી.

 

testimonials

Kishorbhai Dalwadi