Satvara Samaj Vadodara

About Us

શ્રી સતવારા સમાજ ઉત્કર્ષ મંડળની રચના ગુજરાતના વિભિન્ન ગામોમાં થી નોકરી – વેપાર – ધંધા હેતુસર વડોદરામાં વસતા શહેરી સમાજને શિક્ષિત તેમજ વિકસિત કરવાના હેતુસર કરવામાં આવી. મંડળનો ઉદગમ તેમજ સ્થાપનાના ઇતિહાસમાં વડોદરા શહેરના આદરણીય વડીલો તથા ઉત્સાહી યુવાનોની પાયાની ભૂમિકા રહેલી છે. સમાજ સેવક શ્રી દેવજીભાઈ ચોહણ તથા તેમજ સ્થાનિક વડીલો , યુવાનો વગેરેનો સાથ – સહકાર મેળવીને પ્રારંભિક ધોરણે કમાટીબાગમાં વાંર - વાંર સભા યોજી વડોદરા જ્ઞાતિબંધુને એકત્રિત કરીને સમાજનો વિકાસ સાધવા , સતવારા સમાજના જ્ઞાતિબંધુને એક તાતણે બાંધવા સંગઠનની રચના કરવાને માટે સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ ની રચના કરવામાં આવી.

ત્યારબાદ સમયાંતરે મિટિંગો યોજીને રજીસ્ટર ટ્રસ્ટ તરીકે નોધાવવા માટે આખરી રૂપ આપવામાં આવ્યું. વર્ષ – ૧૯૯૫ માં રજી. નં – એ – ૨૮૨૩  થી “ સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા “ નું ટ્રસ્ટ તરીકે રજીસ્ટર કરાવવામાં આવ્યું જેમાં વડોદરા ના સમાજના નિપૂર્ણ એવા તન – મન – ધન થી સેવાઆપવા  ઈછુંક અગિયાર મહાનુભવો નો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો.

સદર મંડળની સ્થાપનાથી માંડીને આજ સુધી ઘણા બધા કાર્યક્રમો જેવાકે યુવા મેળા , સ્નેહ મિલન , ઈનામ વિતરણ , રાહતદર નોટ બુક વિતરણ , બ્લડ કેમ્પ , ભજન સંધ્યા , પિકનિક , લકી ડ્રો , જેવા અનેક શુભ કાર્યો પૂર્ણ કરેલ છે. જેના થકી સમાજમાં સંસ્કારોનું સિંચન કરીને સમાજને ઉચ્ચ સ્થાને લાવવાનો પ્રયાસ કરેલ છે. તેમજ સમાજના  મ્ધ્યમ વર્ગના જ્ઞાતિ બંધુઓને આર્થિક સહાય થાય તેવા શુભ આશયથી ઘણાબધા ઉમદા કાર્યો કરવામાં આવેલ છે. આમ સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સારા નરસા સમયમાં પણ તેની અવિરત પણે વિકાસ ગાથા ચાલુ રાખેલ છે. જેમાં સતવારા સમાજ વડોદરા ના જ્ઞાતિ બંધુ , વડિલો ,  દાતા તમામનો સાથ સહકાર મળેલ છે.જેના અમે સૌ આભારી છીએ.

અમો સૌ ટ્રસ્ટી મંડળના તમામ કાર્યકર્તાઓ સમાજની તન – મન – ધનથી  સેવા કરી રહ્યા છીએ , તેમાં આપ સૌના સાથ સહકારથી આપણે આ વામન સમાજ ને વિરાટકાય , વિકાશશીલ , પ્રગતિશિલ બનાવવાના અથાગ પ્રયત્નો કરીશું.  

 

                           

                                                                     સંકલન : લાલાભાઈ એન. ખાંદળા

                          ( મંત્રી : સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ , વડોદરા. )