Satvara Samaj Vadodara

સતવારા સમાજનો ઈતિહાસ

     પ્રથમ લોક કલ્યાણ તેમજ ઋષિમુનિઓના  સંરક્ષણ ખાતર યજ્ઞની શરૂઆત થઈ અને  યજ્ઞની પૂર્ણાહુતિ  સમયે બે પુરુષો ઉત્પન્ન થયા. તેમના નામ ચિત્ર અને વિચિત્ર હતા જેને શિવજીએ પોતાના ગણો એટલે કે  સેવકો તરીકે રાખ્યા. આ બંને ગણોની સેવાથી શિવ – પાર્વતી અતિ પ્રસન્ન  થયાં અને ચિત્રને “ ઘર્ણો “ અને વીચિત્રને “ કર્ણો “  એવા ઉપનામથી બોલાવતા ધર્મો શંકર ભગવાનના નંદીને નિરણ , પાણી અને ખાણ ધરતો તેથી શંકર ભગવાન આનંદમાં આવી ખાધર “ નામથી બોલાવતા જયારે “ કર્ણો “ શિવ – પાર્વતીની સેવા કરતો અને વાસીદાનું  કાર્ય પણ કરતો હતો. તેને શંકર ભગવાન કાસદ કે કાછિયા તરીકે સંબોધતા હતા.

આ બન્ને ભાઈઓને શંકરે ઇન્દ્રની અપ્સરાઓ સિજ્યાકુમારી  અને વિજ્યકુમારી સાથે પરર્ણાવ્યા. જેને પાછળથી સેજી અને વેજી તરીકે સંબોધતા હતા. આ બન્ને ભાઈઓને આઠ – આઠ પુત્રીઓ અને એક પુત્ર થયો.

ઘર્ણો અને કર્ણોએ સુંદર રંગબેરંગી ફુલો અને ફુલોથી ઉભરાતી ફુલવાડીનું સર્જન કર્યું. ફુલવાડી એટલી સુંદર હતી કે નારદજી ગંધર્વો અપ્સરાઓ અને ઇન્દ્રાદિ દેવો પણ તેના વખાણ કરતા. આ મોહક ફુલવાડી જોઈને શિવજીએ પ્રસન્ન થઈને મોટીવાડી વાળા “ દલવાડી “ થાઓ તેવા આશીર્વાદ આપ્યા. ત્યારથી “ દલવાડી “ તરીકે ઓળખાવા લાગ્યા.

સમયના અવિરત પ્રવાહની સાથે સાથે ઘર્ણો અને કર્ણોની આઠ – આઠ દીકરીઓ મોટી થવા લાગી. સોળ કન્યાઓના વિવાહ સોળ ક્ષત્રિયો સાથે થયા. આમ દલવાડી ( સથવારા ) અસલ હતા. તેઓ ભગવાન શિવના વંશજો છે. ( સેન્સ ઓફ ઈન્ડિયા ૧૯૬૧ વોલ્યુમ નં. ૫ ) મુંબઈ ગેજેટ વેલ્યુ. ૧૯૮૦ ને સૌરાષ્ટ્ર સર્વ સંગ્રહ સને ૧૯૫૬ નામના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે. કે સથવારા ઉત્તર  ભારતથી ૭૦૦ વર્ષ પહેલા પાટણ અને ત્યાંથી કાઠીયાવાડમાં સ્થિર થયા અને આજે પણ સતવારા , સથવારા દેશીબોલીમાં “ હથવારા “ તરીકે પ્રખ્યાત છે.

ક્ષત્રિયોના સૂર્ય તથા ચંદ્ર બંને વંશો પ્રસિધ્ધ છે. સૂર્ય – ચંદ્ર વંશ બંનેની ઊત્પત્તિ વૈવસ્વમનુથી થયેલ છે. સૂર્યવંશનો આદિ પુરુષ ઈશ્વાકુ છે. અને ચંદ્ર્વંશનો આદિ પુરુષ પુરુરવા છે. તેની ૧૯ મી પેઢીમાં કાર્તવિર્ય સહસ્ત્રાજુર્નની ઉત્પત્તિ થઈ. તેના વંશજો “ સતવારા “ થયા અને સહસ્ત્રાજુર્નની ૬ઢ્ઢી પેઢીમાં રાજા કોપ્ટુ ઉત્પન્ન થયા જેના કુળમાં શ્રી સર્વ વ્યાપી ભગવાન શ્રી ક્રુષ્ણએ અવતાર લીધો.

ભગવાન પરશુરામના સગા માસા અને મતલબી રાજા જેણે પોતાના પિતાને મારેલા તે સહસ્ત્રાજુર્ન અને તેના પુત્રોનો નાશ કરી પિતાનું તર્પણ કરવા પૃથ્વી નક્ષત્ર કરવાની પ્રતિજ્ઞા લીધી તેથી તેમના નામથી ક્ષત્રિયો ગભરાતા અને જાત છુપાવી ફરતા પરશુરામનું તપોબળ , વિધ્યાબળ અને બ્રહ્મચય જોઈ ક્ષત્રિયો દેવ - દેવી ઓને શરણે ગયા.

એક્વાર પરશુરામ ફરતા દ્વારિકા તરફ જઈ રહ્યા હતા તેવામાં સમુદ્ર તરફના કિનારે સો એક ક્ષત્રિયો પરશુરામને જોઈ  ક્યાક આશરો શોધતા હતા. પરશુરામે તેમનો પીછો કર્યો ત્યારે દ્વારકાની દક્ષિણે ગોમતીને પેલેપારના એક બેકડામાં સંતાઈ પેઠા આ બેટ પાંચકુઈ નામથી ઓળખાતું. એમાં એ વખતે ભટ્ટ નામના પંચરૂષિ વર્ષોથી તપ કરતા હતા. અત્યારના સતવારાના બારોટના પુરોગામી વડવાઓ ઋષિ સિવદત્ત અને મૂળદત્ત ભટ પણ તપ કરતા હતા. તે સ્થળે આ ક્ષત્રિયો જઈ બચાવો બચાવોના પોકાર કર્યો. ઓચિંતાના આવા અવાજથી બંને ઋષિઓના તપમાં ભંગ પડ્યો. જેથી ઋષિ ક્રોધાયમાન થયા પણ ક્ષત્રિયો નમ્રભાવે ઋષિઓના ચરણમાં ઢળી પડ્યા અને કહ્યુ અમારી પાછળ પરશુરામ પડ્યા છે. તેમના ભયથી અમે તમારા શરણે આવ્યા છીએ. આવા વચન આપ્યું કે “ હવે તમે નિર્ભય રહો “ બંને ઋષિઓ સોળ ક્ષત્રિયોને લઈને પંચરૂષિની પાસે ગયા અને નમસ્કાર કર્યા. તેથી પંચરૂષિ ઘણા જ પ્રસન્ન થયા અને આવવાનું કારણ પુછ્યું ત્યારે બંને ઋષિઓએ કહ્યુ કે આ સોળે જણા ક્ષત્રિય છે. તેમની પાછળપરશુરામ પડ્યા છે. તેથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે અમારી પાસે આવતા પ્રથમ અમે એમને અભય વચન આપ્યું છે. તો તેમાં આપનો સાથ લેવા અમે આવ્યા છીએ.

ભક્ત ઘર્ણો આ સોળે ક્ષત્રિયોને જોઈ પ્રસન્ન થયા અને મનમાં તેમણે સંકલ્પ કર્યો કે આ ક્ષત્રિયોને કદાચ બચશે તો અમારી સોળે કન્યાઓ આ ક્ષત્રિયોને આપીશ.

ભગવાન પરશુરામ પણ સોળ ક્ષત્રિયોની શોધ કરતા  કરતા  પંચરૂષિની પાસે આવી પહોચ્યા અને ત્યાં ભોજન કરી શાંત થયા. ત્યારે ઋષિઓએ પરશુરામ પાસે ક્ષત્રિયો બાબત ખુલાશો કર્યો કે આ ક્ષત્રિયો અમારા શરણે આવતા અમે એમને અભયદાન આપ્યું છે. માટે એમને ક્ષમા કરો. વિનંતી કરી. આમ ઋષિઓનાં વચન ઉપર અને ક્ષત્રિયોએ ક્ષત્રિયવટ અહમ છોડેલું જોઈ સોળે જણાને મુક્ત કર્યા. અને ત્યાર પછી ઘર્ણો અને કર્ણોની સોળ કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં.

ઘર્ણોના કહેવાથી ભગવાન શંકર તથા  સોળ કન્યા ક્ષત્રિયો આળું ઉપર પધાર્યા અને ત્યાં તેમના લગ્ન કર્યા. અને ભગવાન શંકરના ગણો બની કૈલાશમા રહેવા લાગ્યા. ત્યારે સોળે ક્ષત્રિયો “ દિલવાડી “ બન્યા છે. તે મૂળ ક્ષત્રિયપવટમાં આવી ગયા અને અંદરો અંદર કહેવા લાગ્યા કે આપણે મૃત્યુલોક માનવી અને શૂરવીર હોઈ આવું બંદીવાન જીવન આપણે ન પાલવે આપણે તો મૃત્યુલોકમાં જઈ મહેનત – મજૂરી કરી પુરુષાતન કરી ગુજરાન ચલાવીશું. આવો સૌનો મત થતા પોતાના સસરા કર્ણો તથા ઘર્ણોને આ વાત જણાવી અને ભગવાન શંકરની રજા લઈ આક્ષયપાત્ર શંકર ભગવાનને પાછુ આપી મૃત્યુલોકમાં વસ્યા.

આમ સથવારા જ્ઞાતિની ઉત્પત્તિ ખાણધર અને ક્ષત્રિયોમાથી થયેલ હોવાથી તેઓ ક્શ્યપઋષીના વંશજો છે. તેમનું ગોત્ર ક્શ્યપ છે.

વર્તમાન સમયે સતવારા , દલવાડી , ફૂલમાળી , માલી , ભૂમિદળ , ભૂમિક , ભૂમિ , કડીયા , શિલ્પી , અલાટ , રાજમિસ્ત્રી વગેરે નામથી હાલમાં આ જુદા જુદા નામથી સંપૂર્ણ પણે ભારતમાં પ્રચલિત છે

 

                           

                                                                                                                       સંકલન : લાલાભાઈ એન. ખાંદળા

                                                                                                              ( મંત્રી : સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ , વડોદરા. )