વ્હાલા મિત્રો....... જય સિધ્ધનાથ ,
આજના આ શુભ ૨૬ જાન્યુઆરી પ્રજાસ્તાક દિનના શુભ અવસરે આપણા સમાજની આધુનિક યુગની જરૂરિયાત ને અનુલક્ષીને આપણા સમાજની ડાયનામિક વેબસાઇટ સમાજને સમર્પિત કરવા ઘણાં આનંદ ની લાગણી અનુભવું છું.
આપણાં લોક લાડીલા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન ડિજિટલ ઈન્ડિયા દ્વારા આધુનીક ટેક્નોલોજી નો ઉપયોગ કરી આપણા દેશને વિશ્વની અંદર નવી ઊચાઇના ફલક ઉપર લઈ જવા ક્ટીબ્ધ છે. આમ આ વિચાર ને મુર્તિમંત કરવા આપણી સમાજનો ફાળો કેમ ન હોય ? તે વિચાર સાથે આપણે સમાજના વિકાસ નું ફોર્મ ભરવાની એક જુંબેશ ચલાવી, જેનો સમગ્ર વડોદરામાથી અદભૂત પ્રતિસાદ મળ્યો , જેના ફળ સ્વરૂપે આપણે સતવારા સમાજ વડોદરાના સમાજની વિગતો આવરી લેતી સૌ પ્રથમ ડાયનેમિક વેબસાઈટ " satvarasamajvadodara.com " માનનીય શ્રી કિશોર દલવાડી ના વરદ હસ્તે ઉદઘાટન કરી આપની સમક્ષ રજૂ કરી , જેનો ઘણો અંત: કરણ થી આનંદ અનુભવું છું.
આપણા વડોદરા સતવારા સમાજની આ વેબસાઈટ ઉપર કૌટુંબીક , ધંધાકીય , વ્યક્તિગત , લગ્નવિષયક , ભણતર , બ્લડ ગ્રુપ જેવી અન્ય ઘણી ઉપયોગી માહિતી વેબસાઈટ ( મોબાઈલ ) ઉપર સર્ચ ફેસિલિટી થી તાત્કાલિક મળી શકે છે. જેનો સંપૂર્ણ ફાયદો આપણા સમાજના વિકાસ તેમજ વડોદરાના કૌટોંબિક , સામાજીક , આર્થિક વિકાસમાં ખુબજ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજીટલાઈઝેશન ના યુગ માં મહત્વનો ફાળો બની રહેશે. આમ " ANY TIME , ANY WHERE , ANY MEMBER " ના કોન્સેપ્ટ થી ઈચ્છિત માહિતી મેળવી શકાય છે.
આ વેબસાઈટ માં આપણે , આપણા સતવારા સમાજ વડોદરાની વધુમાં વધુ માહિતી મૂકી , આ આધુનિક યુગના આપણે સહભાગી થઈ આપણા ભારત વર્ષનું , આપણા સમાજનું તથા આપણા વડાપ્રધાન શ્રી નરેંન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન સાકાર કરવામાં સહભાગી થવાનો આનંદ અનુભવીએ છીએ.